વરસાદ.
વરસાદ.
ગરમીની પરાકાષ્ઠાએ આવે છે વરસાદ,
અવનીનાં ઊકળાટને મિટાવે છે વરસાદ,
મીઠી માટીની મહેક આગમનની નિશાની,
બાગબગીચે મયૂરને ટહૂકાવે છે વરસાદ,
ક્યાંક અનરાધાર કે સાંબેલાધારે વરસતો,
અતિવૃષ્ટિનાં આકારે હંફાવે છે વરસાદ,
ક્યાંક કોરુંધાકોરને પ્રતિક્ષા કેવી કરાવતો!
કૃષિકારોનાં મનમાં એ મૂંઝાવે છે વરસાદ,
વળી ક્વચિત કરી પ્રકોપ જાનમાલ ખુવારી,
ક્યાંક ખાલીખમ રાખી ટટળાવે છે વરસાદ,
પ્રાર્થીએ પરમેશને વિવેક વરસાદને સાંપડે,
સમયસરને સપ્રમાણ સૌ બોલાવે છે વરસાદ.

