વરસાદ રહી ગયા પછી
વરસાદ રહી ગયા પછી
1 min
47
કેવું લાગે છે, બધું પાણી વહી ગયા પછી,
નીકળ્યો જ્યારે ઉઘાડ, વરસાદ રહી ગયા પછી.
કરી ભાર ઓછો હળવા થયાં, વાદળા પણ વરસી ગયા પછી,
આવશું ફરી, વચન દઈને ગયાં, નવાં નીર ફરી ભરાઈ ગયા પછી.
મનભરનાં ઉકળાટ ને, ખુમારીથી સહી ગયા પછી,
હૈયા ને ટાઢકની વાત, કાનમાં કહી ગયા પછી.
પથરીલાં મેદાન, થયા બગીચા, લીલુછમ્મ ઘાસ ઊગી ગયા પછી,
કાગળની હોડી રહી ઊભી, ભરેલું પાણી ઉતરી ગયા પછી.