STORYMIRROR

Seema Pandya

Children

4  

Seema Pandya

Children

વરસાદ જી

વરસાદ જી

1 min
320

આકાશ ઘેરાયું છે,

ઘનઘોર વાદળોથી,

લાગે છે મન મૂકીને

વરસશે આજે વરસાદજી.


રોજ રોજના નખરા એના,

ખોટા ખોટા બહાના એના,

પકડાપકડી સંતાકૂકડીની રમત,

થપ્પો કરી છૂપાઈ જવાની આદત,

 નહીં ચાલે હવે જી !

 લાગે છે મન મૂકીને 

 વરસશે આજે વરસાદજી 


 લો; 

વિનંતીઓ, પ્રાર્થનાઓ, યાચનાઓ,

દિલથી સ્વીકારી આજે મેહુલિયાએ,

રંગ રંગના વાદળિયા જો ઘેરાયા,

ઘાઢા રંગોથી, વીજળીના ચમકારાથી,


તૂટી પડ્યો માઝા મૂકીને,

તૃપ્ત કરી તરસી ધરાને

નાના મોટા સૌ કોઈ રંગાયા રંગથી,

નાચી ઊઠ્યા, ઝૂમી ઊઠ્યા આનંદથી,

વાહ !

મન મૂકીને વરસ્યો આજે વરસાદ લયથી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children