વૃક્ષો બચાવો
વૃક્ષો બચાવો
વૃક્ષો વિના ધરા લીલીછમ ક્યાંથી
વૃક્ષો વિના ઠંડક સૌને મળશે ક્યાંથી
વૃક્ષોને બચાવો, માનવને જગાડો,
વૃક્ષો વિના સૂરજ ઠંડો ક્યાંથી
વૃક્ષો વિના માનવ રહેઠાણ ક્યાંથી
વૃક્ષોને બચાવો, માનવને જગાડો,
વૃક્ષો વિનાની વસુંધરામાં જળ ક્યાંથી
વૃક્ષો વિનાની ધરા, સુંદરતા ક્યાંથી
વૃક્ષોને બચાવો, માનવને જગાડો,
વૃક્ષો વિના અન્ન મળે ક્યાંથી
વૃક્ષો વિના પ્રકૃતિ રંગીન ક્યાંથી
વૃક્ષોને બચાવો, માનવને જગાડો,
વૃક્ષો વિના પક્ષીઓનો કલશોર ક્યાંથી
વૃક્ષો વિના પ્રાણીઓ આવાસ ક્યાંથી
વૃક્ષોને બચાવો, માનવને જગાડો,
વૃક્ષો વિના ધરા પર હરિયાળી ક્યાંથી
વૃક્ષો વિના સજીવ સૃષ્ટિ શક્ય ક્યાંથી
વૃક્ષોને બચાવો, માનવને જગાડો.