મારી માવડી
મારી માવડી
મીઠા જેના બોલ
જરા ન દેખાડે મોલ
એ મારી માવડી.
રસોડે એ ફરતી
સ્વાદની સરવાણી લાવતી
એ મારી માવડી.
સૌને પહેલા ખવડાવતી
પછી જ ખુદ જમતી
એ મારી માવડી.
દુઃખમાં ધીરજ ધરતી
હસતે મુખડે ફરતી
એ મારી માવડી.
ભીને પોઢે સુતી
સૂકામાં મને સુવડાવી
એ મારી માવડી.
લાગે ઠેસ મને
દર્દ એ સહેતી
એ મારી માવડી.
ભેદભાવ ન જાણતી
સરખા હકદાર સૌને ગણતી
એ મારી માવડી.
