STORYMIRROR

Manishaben Jadav

Fantasy Inspirational Children

4  

Manishaben Jadav

Fantasy Inspirational Children

વતન મને વ્હાલું વ્હાલું

વતન મને વ્હાલું વ્હાલું

1 min
8

આંબા પીપળાની મોટી છાંયડી

નથી જ્યાં દુઃખ કેરી રાતડી

મારું વતન મને વ્હાલું વ્હાલું લાગે,


પરિવાર થકી સૌ સંગાથમાં જો

દાદા દાદીના મળ્યા આશીર્વાદ જો

મારું વતન મને વ્હાલું વ્હાલું લાગે,


શેરીએ શેરીએ પ્રેમની ગંગા વહે

માટીની મહેક અનુપમ રહે

મારું વતન મને વ્હાલું વ્હાલું લાગે,


પ્રાણીઓ પ્રત્યે મીઠી દોસ્તી રે

ઘરના દ્વારે નહીં તાળું કૂંચી રે

મારું વતન મને વ્હાલું વ્હાલું લાગે,


ગામને પાદર લોક હળેમળે રે

વાદવિવાદને નહીં સ્થાન રે

મારું વતન મને વ્હાલું વ્હાલું લાગે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy