મા
મા
1 min
2
બાળક કાજે જીવતી
કષ્ટ હસતા મોઢે સહેતી
મા જેટલું મહાન કોઈ નથી જગમાં,
રાત દિન જાગતી
નિંદર જે ત્યજી દેતી
મા જેટલું મહાન કોઈ નથી જગમાં,
નવ નવ માસ ભાર ઉઠાવતી
છતાં ઉંહ ન કરતી
મા જેટલું મહાન કોઈ નથી જગમાં,
ખાવાનું પણ છોડતી
ઈશ્વર સંગ લડતી
મા જેટલું મહાન કોઈ નથી જગમાં,
સર્વ સુખ છોડી
બાળકને સુખ આપતી
મા જેટલું મહાન કોઈ નથી જગમાં,
કડવું ઓસડ ખાતી
બાળકને તંદુરસ્ત રાખતી
મા જેટલું મહાન કોઈ નથી જગમાં,
ભીના ગોદડે પોઢતી
બાળક બની ફરતી
મા જેટલું મહાન કોઈ નથી જગમાં.