પ્રકૃતિ સંગ જિંદગી
પ્રકૃતિ સંગ જિંદગી
લીલો લીલો રંગ શોભે અનેરો,
ધરતીને લાગે સૌથી એ પ્યારો
પ્રકૃતિ સંગ જિંદગી બનાવીએ રંગીન !
આપે ઓકિસજન લાવે વરસાદ તાણી,
એને જોઈ આંખમાં હર્ષના પાણી,
પ્રકૃતિ સંગ જિંદગી બનાવીએ રંગીન !
પશુ પક્ષીઓને આપે આવાસ,
એના વિના અધૂરા સૌના નિવાસ,
પ્રકૃતિ સંગ જિંદગી બનાવીએ રંગીન !
ખોરાક સૌ સજીવો તણો,
જીવનનો એ આધાર ઘણો ઘણો,
પ્રકૃતિ સંગ જિંદગી બનાવીએ રંગીન !
ધરા પર તાપમાન એ ઘટાડે,
રોગ જીવનના સમૂળ મટાડે,
પ્રકૃતિ સંગ જિંદગી બનાવીએ રંગીન !
