Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manishaben Jadav

Inspirational Children

4  

Manishaben Jadav

Inspirational Children

મા એટલે ?

મા એટલે ?

1 min
4

મા એટલે કોણ ?

ચોવીસ કલાક બાળક માટે જે રહે જાગતી સદા,

છતાં બાળકની પાછળ નામ બોલાવે પિતાનું

એ હોય મા,

જેના વ્હાલથી બાળકને સતત નવડાવે

દરેક વાતને પ્રેમથી જે સમજાવે

એ હોય મા,

સાંજ શણગાર સર્વે ત્યજીને

બાળકને રાજા જે બનાવે

એ હોય મા,

રાત દિન કામ કરતા કરતા

બાળકને મહેસૂસ જે રાખી જાણે

એ હોય મા,

ભલે ને રહે પોતે નિરક્ષર

બાળકને સર્વસ્વ શીખવી જાણે

એ હોય મા,

ભલે ને ચિરાઈ જાય પેટ આખું

છતાં ઈચ્છે બાળકને મળે સુખ ઝાઝું

એ હોય મા,

શેરી પાદરમાં રમતાં બાળકને

ઘડી ઘડી જોઈ જે આનંદ અનુભવે

એ હોય મા,

બાળક જ્યાં પાપા પગલી માંડે

આકાશમાં ઊડવાની ખુશી એ માણે

એ હોય મા.

Rate this content
Log in