મમ્મી તારી યાદ બહું આવે
મમ્મી તારી યાદ બહું આવે
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
1 min
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
1
તારા વ્હાલની મમતા છોડી,
સાસરે હું રડતાં રડતાં ચાલી,
મમ્મી તારી યાદ બહું આવે.
ઢીંગલી ઢીંગલી રમતાં,
ક્યારે મોટી થઈ ગઈ,
મમ્મી તારી યાદ બહું આવે.
દુનિયા સંગ લડવા,
હિંમત તું દેતી,
મમ્મી તારી યાદ બહું આવે.
ખોળામાં બેસાડી મને,
હેતના આંસુડે નવરાવે,
મમ્મી તારી યાદ બહું આવે.
સમજણના પાઠ તું,
મને હેતથી રે સમજાવે,
મમ્મી તારી યાદ બહું આવે.
સંબંધોની માયાજાળમાં,
પ્રેમથી રહેતા શીખવાડે,
મમ્મી તારી યાદ બહું આવે.