STORYMIRROR

Manishaben Jadav

Fantasy Inspirational Children

4  

Manishaben Jadav

Fantasy Inspirational Children

મારી માવડી

મારી માવડી

1 min
5

જેની આંખમાં છે અમી

જે દુનિયાને કયારેય ન નમી

જે હેતથી છે ભરેલી

એ માવડી મારી મેં દીઠી,


દુઃખ હોય કે સુખ

મમતા દિલમાં ધરી

બાળકની ખુશીમાં જે જીવી

એ માવડી મારી મેં દીઠી,


જેની વ્હાલની ગંગા

સતત રહે વહેતી

પ્રેમથી જેણે બાળકને ઉછેરી

એ માવડી મારી મેં દીઠી,


હોય કષ્ટ જરા મને

કડવી દવા તે પીતી

એવી પ્રેમની મીઠી ગંગા

એ મારી માવડી મેં દીઠી,


આવે નહીં ઊંઘ મને

આખી રાત જાગે તે

મમતાના પાલવે પોઢાડે

એ મારી માવડી મેં દીઠી.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy