સફેદ અપનાવીએ
સફેદ અપનાવીએ
જોઈએ જો શાંતિ જીવનમાં,
પ્રફુલ્લિત રહેવાને જીવનમાં,
સફેદ કલર અપનાવીએ જીવનમાં !
રહેવા દૂર કલેશથી જીવનમાં,
પ્રેમભર્યા સંબંધો રાખવા જીવનમાં,
સફેદ કલર અપનાવીએ જીવનમાં !
પવિત્રતા રાખવા જીવનમાં,
સંતોષ ને અપનાવવા જીવનમાં,
સફેદ કલર અપનાવીએ જીવનમાં !
પ્રકૃતિ સંગ રહેવા જીવનમાં,
ગુસ્સાને ટાળવા જીવનમાં,
સફેદ કલર અપનાવીએ જીવનમાં !
સુંદરતા માણવા જીવનમાં,
એકલતા ટાળવા જીવનમાં,
સફેદ કલર અપનાવીએ જીવનમાં !
