STORYMIRROR

Chirag Sharma

Tragedy Fantasy Inspirational

3  

Chirag Sharma

Tragedy Fantasy Inspirational

વૃક્ષો બચાવો

વૃક્ષો બચાવો

1 min
204

 કુદરતે તો આપી હતી જંગલો, વૃક્ષો અને વનરાજી,

મનુષ્ય લોભ-લાલચમાં રહ્યો ને વૃક્ષો કાપી થયો રાજી,


માણસ જંગલોને વૃક્ષોનું વર્ષોથી નિકંદન કરતો રહ્યો,

પોતાને માલિક સમજી બીજા જીવોનું ઘર ઉજાડતો ગયો,


સ્વાર્થમાં વનોનો નાશ કરી બાંધ્યા કોંક્રિટનાં જંગલો,

વૃક્ષોને ઉજાડી ભટકતાં ને બેઘર કર્યા પશુપક્ષીઓ,


વર્ષો સુધી માણસે પર્યાવરણ પર અત્યાચાર કર્યા કર્યો,

ગ્રીષ્મમાં અસહ્ય ગરમીને અગનજ્વાળાથી પસ્તાઈ રહ્યો,


વિકાસનાં નામે અટકાવો હવે બચેલા વૃક્ષોનું નિકંદન,

બચાવોને વાવો વધું વૃક્ષો તોજ બચશે પેઢીઓનું જીવન.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy