વૃક્ષ
વૃક્ષ
હે માનવ
મર્યાદા વળોટમાં
પ્રગતિની આંધળી દોટમાં
શીદને નથી તને ખેવના એની
જન્મથી લઈને મૃત્યુ સુધી જરૂર જેની
જળ,જમીને શ્વાસ ભરેલું જીવન
પ્રકૃતિનું અભિન્ન અંગ છે વન.
વૃક્ષ
આપે
છાંયડો
ને મધુરા ફળ
ઉપકારો અકળ
ઋષિ સમ છે સ્વભાવ
ઉછેરી અનેક તરું રાખીને સૃષ્ટિ પ્રત્યે લગાવ.
