STORYMIRROR

Jivatiben Bachubhai Pipaliya

Inspirational Others

3  

Jivatiben Bachubhai Pipaliya

Inspirational Others

વૃક્ષ તો શોભા જગતની

વૃક્ષ તો શોભા જગતની

1 min
185

ઉર તણી મુજ વાતડી, આજે કહેવી સુણજો ભાઈ,

વૃક્ષ તો શોભા જગતની, યાદ રાખી ચાલજો ભાઈ,


આભથી અંગાર વરસે, હોય ધરણી વૃક્ષ હીણી,

ઝાડવા ના કાપશો, અણમોલ ગુણલા જાણજો ભાઈ,


ગાબડાં ઓઝોનના પ્રતિદિન વધી, વિકરાળ થાશે,

ટાળવા પીડા સકલ સૌ વૃક્ષ વાવી મ્હાલજો ભાઈ, 


સંપદા જૈવિક અનોખી આપતાં નિ:સ્વાર્થ ભાવે,

વાળવા ઉપકાર એના ખંત ધરતા વાવજો ભાઈ,


પ્રાણવાયુ શુદ્ધ કરતાં, લાવતાં વરસાદ વ્હાલો, 

ઓઢતી ચાદર ધરા લીલી ! ગમે તો નાચજો ભાઈ,


શ્રેષ્ઠ સર્જન છે પ્રકૃતિ; વિસ્તારજો સંદેશ મારો, 

જન્મદિન કે લગ્નદિન વાવી અને વવડાવજો ભાઈ,


થાય પ્રણ દ્રઢ તો સફળ ચોક્કસ થવાતું જાણજે 'શ્રી',

છોડમાં રણછોડ વસતો, ભાવ ગાંઠે બાંધજો ભાઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational