STORYMIRROR

Bindya Jani

Drama Tragedy Inspirational

4  

Bindya Jani

Drama Tragedy Inspirational

વર્કિંગ વુમન

વર્કિંગ વુમન

1 min
577

પરિભ્રમણ કરતી ધરાની જેમ જ,

હું પણ છું ચોવીસ કલાકની વર્કિંગ વુમન.


ના મળે સી.એલ., ના વેકેશન અને ના વેતન, 

અપેક્ષા રહિત રહ્યું છે સદાય મારું જીવન. 


લીધું છે મેં ફરજની નિશાળમાં એડમીશન, 

જીંદગીની પરિક્ષા આપી શીખુ છું નવું લેશન. 


ચાલુ છું ઘડિયાળના કાંટે છતાં નથી ટેન્શન, 

સૌની ખુશીમાં મારી ખુશી એવું મારું નિવેદન. 


ગૃહિણી બનીને પણ માણું છું હું મારું જીવન, 

મળ્યા છે મને સંબંધોના અવનવા પ્રમોશન. 


બિંદુમાંથી વિરાટ બની હું વિહરુ છું ગગન, 

નથી નડતું મને ક્યારેય કોઈનું બંધન. 


શબ્દો એ જ આપ્યું છે મને થનગનતું જીવન, 

ને એટલે તો મળ્યું છે મને કાવ્યમય જીવન. 


Rate this content
Log in

Similar gujarati poem from Drama