વૃદ્ધાવસ્થા
વૃદ્ધાવસ્થા
અહીંયા મૃત્યુ કરતાં જીવનનો વધુ ડર છે
વૃદ્ધાવસ્થા, જિંદગીની કેવી પાનખર છે ?
જિંદગીના અંકના છેલ્લા ભાગમાં હોય છે હંમેશ કશ્મકશ
જીવતા ના આવડે તો પથ્થર, જીવી જાણો તો જેવર છે,
આ ઘડપણ કોણે મોક્લ્યુંની રહે છે બધાને કમઠાણ
બધાને ઝેલવી પડે વૃદ્ધાવસ્થા, આ જ બધાનું જીવતર છે,
જ્યાં હોય સૂર્યોદય, ત્યાં સૂર્યાસ્ત પણ હોવાનું જ
સ્વીકારી લ્યો પ્રેમથી, અહીંયા બધું નશ્ર્વર છે,
એકલતા, એકાંત અને મૌનના હોય છે પડઘા
જીવનમાં વૃદ્ધાવસ્થા એ અલૌકિક શિખર છે,
વૃદ્ધાવસ્થા અંગે સમજ છે દરેકની પોતપોતાની આગવી
કોઈ માટે છે ચીમળાંયેલ પુષ્પ તો કોઈ માટે સમયે પીસેલું અત્તર છે.
