Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bharat Parmar

Children

3  

Bharat Parmar

Children

વન-વગડામાં

વન-વગડામાં

1 min
139


હાલને ભેરુ, વન-વગડામાં, રમતા-ભમતા જોશું

તડકો-છાયો, ભૂલી જઈને, નવલું-રૂડું જોશું,


ડુંગર જોશું, ખીણો જોશું, તળાવ-કોતર જોશું

ખળખળ વહેતા, ઝરણાં જોશું, નદી-નાળાં જોશું,


આવળ જોશું, બાવળ જોશું, આકડા-ખાખરા જોશું

ઝાડી જોશું, વાડી જોશું, નાનામોટા જીવજંતુને જોશું,


હરણાં જોશું, સસલાં જોશું, સાપને નોળિયા જોશું

હાથી જોશું, શિયાળ જોશું, વાંદરભાઈને જોશું,


કોયલ જોશું, સારસ જોશું, હોલા-તેતર જોશું

મોર-બપૈયા, સમડી-ચીબરી, બાજ-ગરુડને જોશું,


વાડને વેલે, વાલોળ પાપડી, ડોડા-ડોડી વીણશું 

આંબલી-પીપળી, દોડા-દોડી, કુદમકુદા કરશું,


ભૂખ લાગે તો, ખાટા-મીઠા, બોર વીણીને ખાશું 

જાંબુ-રાયણ, કેરી-ગુંદા, લીંબુ-આંબલી ખાશું,


હરશું-ફરશું, નાચશું-કૂદશું, ડુંગર-કોતર ખુંદશું 

'વાલમ' સાથે, મોજ કરીને, ગીતો રૂડાં ગાશું.


Rate this content
Log in

Similar gujarati poem from Children