વજનિયાનો ભાર
વજનિયાનો ભાર
રમતમાં વજનિયાનો ભાર હું ઊંચકી ગયો,
સ્વજનોનાં સ્નેહનાં ભારથી થાકી ગયો.
યોગ અને આસનોથી તન તો જીતી લીધું,
મનને જીતવામાં ક્યાંક હું બાકી રહ્યો.
સુવર્ણ પદક તો મેં ઘણા મેળવ્યા માનથી,
સ્વને પામવામાં ક્યાંક હું બાકી રહ્યો.
રમતમાં સંતુલન જાળવતાં મેં શીખી લીધું,
ખુદને સંતુલિત કરવામાં હું થાકી ગયો.
હું છું એક રમતવીર કોઈ દિ'હારું નહીં,
રમતમાં જીતીને જીવનમાં હારી ગયો.