STORYMIRROR

Pallavi Gohel

Romance Classics

4  

Pallavi Gohel

Romance Classics

વિયોગ વરણી રાત

વિયોગ વરણી રાત

1 min
411

વિયોગ વરણી રાત અંધારી પોક મૂકી રડતી,

વરસતાં વરસાદે રુંવે રુંવે અંગાર થઈ દઝાડતી,


પિયુ મિલનનાં અભરખાં ભરખી ગયાં અમને,

યાદોનાં વંટોળે અભાગી જિંદગી ફંગોળાતી,


ચાતક સમ જેની રાહ તાકી અનિમેષ 'પલ',

કોરાં ઘાનાં ઉઝરડાએ પ્રિત મારી છે કોરાતી,


વદને ધરી સ્મિત મુખોટું ચાલ્યાં કરું ક્યાં સુધી !

નીતરતાં નીર મહીં સંવેદનાઓ મારી પીંખાતી,


મિલન, વિયોગ બધાં છે વિધીનાં ખેલ એ જાણું,

અંતરમાં ધસેલી વેદનાને કેમ કરી રોકું પોસરાતી !


પ્રણયાધારે ટેકવેલાં શ્વાસો ભરે ચિત્કાર સિસકારા,

નોધારા ઓથે વિશ્વાસ ટેકવી જિંદગી હવે પસ્તાતી,


યાદોનાં મેળાવડામાં એકલાં અટુલાં અમે રહી ગયાં,

સ્વપ્ન મિલનનાં થયાં વિયોગી, રાત ઉજાગરે ભરાતી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance