STORYMIRROR

Bhavna Bhatt

Inspirational Others

4  

Bhavna Bhatt

Inspirational Others

વિવાહ

વિવાહ

1 min
832


નેતાઓ ખુરશીને લગ્ન કરવા ચાલીયા,

એમના હૈયે હરખ ના માય.


પૈઠણ ભરી એમણે પહેલી ડિપોઝિટની,

પીઠી સેવાના નામની સોહાય.


પક્ષરૂપી મુકટ માથે મુકીયો,

કલગી કાળાધોળાની કળાય.


બાંધ્યા મીંઢળ મીઠા મીઠા બોલના,

જનતા ને લાલચના ફોફળ અપાય.


પ્રચારક જાનરડી ગાય ગીતડાં,

મચ્છર માતંગ મહાલે મનમાંય.


વરરાજા ઊભા ચૂંટણીના માંડવે,

પોંખવા આવ્યા મતદારો મલકાય.


નળવર દમયંતી ખુરશીને મોહી પડ્યા,

ભાવના આમ આ લાડલાના વિવાહ થાય.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational