વિશ્વાસ કરી
વિશ્વાસ કરી


સંબંધોની મર્યાદા કિંમતી હતી,
કદી કરી નહિ ગણતરી એની.!
પ્રેમમાં પ્રેમ ઉમેરી સરવાળો કરી,
નફરતની હંમેશા બાદબાકી કરી.!
સુખમાં સુખનો ગુણાકાર કરી,
વહેંચ્યા દુઃખને ભાગાકાર કરી.!
અનમોલ સંબંધોની જાળવણી કરી,
ભૂલો ભૂલી સંબંધોનો દાખલો સાચો કરી.
મારા દર્દની કોઈ ફરિયાદ ન કરી,
પ્રભુ એક તુજમાં વિશ્વાસ કરી.!