STORYMIRROR

Hiral Pathak Mehta

Inspirational

4  

Hiral Pathak Mehta

Inspirational

વિશ્વ મહિલા દિવસ

વિશ્વ મહિલા દિવસ

1 min
273

કૂખમાં રહું છું ને રાખી શકું છું...

ભલે નથી ભગવાન હું, તો પણ જન્મ આપી શકું છું....


છે મારામાં તાકાત કે હું દેશને વીર આપી શકું છું..

ભલે રહું પોતે અભણ પણ જિંદગી ના પાઠ ભણાવી શકું છું...


આવડતું નથી ગણિત ભલે પણ હિસાબ રાખી શકું છું...

ઓછી આવકે પણ ઘર ચલાવી શકું છું...


જરા અમથું સ્મિત મળે તો નીખરી શકું છું....

ભલે ના વાપરું મોઘાં પ્રસાધનો પણ હું સુંદર લાગી શકું છું...


હોય સાથ જો પરિવારનો તો હું કંઈ પણ કરી શકું છું..

પરણીને ભલે આવી પારકી હું..

પોતાની આવડતે હું બીજાને પોતાના કરી શકું છું...


નથી પુરુષ સમોવડી ભલે...પણ મંદિરમાં તો પહેલી પૂજાઈ શકું છું..(રાધે-ક્રિશ્ના,સીતા-રામ,લક્ષ્મી-નારાયણ)

ગર્વ છે મને ખુદ પર કે હું પોતે નવું જીવતદાન આપી શકું છું.....


છું એક સ્ત્રી ભલે...પણ સૌ કિરદાર નિભાવી શકું છું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational