વિશિષ્ટ શક્તિ
વિશિષ્ટ શક્તિ
રસ્તા જયારે બધા બંધ થાય,
ચારેકોર અંધકાર છવાઈ જાય,
બહુ જ વિકટ સમય લાગશે,
એકએક પળ લાંબી જણાશે.
શ્રદ્ધા તેવા સમયમાં ધરવી,
પ્રભુને પ્રાર્થના દિલથી કરવી,
મનમાં શંકા લેશ માત્ર ન ભરવી,
હામ અને ધીરજ સાથે રાખવી.
વિશિષ્ટ શક્તિ વહારે આવશે,
આવી યોગ્ય મારગ દેખાડશે,
મુશ્કેલી ના સમયે રક્ષણ કરશે,
ખરાબ સમયથી પાર કરાવશે.
