વિશેષ મારે કાંઈ નથી
વિશેષ મારે કાંઈ નથી
ભલે તું મારાથી દૂર છો,
તારી વાટ જોવાનું છોડીશ નહીં,
મારૂં દિલ તને જ ઝંખે છે,
તેનાથી વિશેષ મારે કાંઈ નથી,
હું જાણું છું કે તું નારાજ છો,
તારી ઉમ્મીદ કદી છોડીશ નહીં,
મારા દિલમાં તારી છબી છે,
તેનાથી વિશેષ મારે કાંઈ નથી,
તું મને મળે કે ન મળે છતાં પણ,
હું કદી દુઃખી થઈશ નહીં,
તારી મધુર યાદ મારા મનમાં છે,
તેનાથી વિશેષ મારે કાંઈ નથી,
જિંદગીમાં ભલે મને કાંઈ ન મળે,
તેનો મને કદી પણ રંજ નથી,
તું હમેશા મારી પાસે રહે "મુરલી",
તેનાથી વિશેષ મારે કાંઈ નથી.