STORYMIRROR

Nana Mohammedamin

Tragedy

4  

Nana Mohammedamin

Tragedy

વિના

વિના

1 min
666

કોઈ રસ્તો ના બને પથ્થર વિના,

ક્યાંથી પંથ કપાય ? ઠોકર વિના,

આજ લોકો થયા અતિ ખારા,

ક્યાંથી થાય મીઠડાં ? સાકર વિના !


ખર્યા છે ઘણાં પાંદડા અહીં,

ક્યાંથી ખીલે વસંત ? પાનખર વિના,

આજ ઘણાં સજાવ્યાં છે મહેલોને,

ક્યાં જવાય સ્નેહથી ? આદર વિના !


રાહ જોવાય છે નવી સવારની,

ક્યાંથી થાય સૂર્યોદય ? સૂર્યાસ્ત વિના,

ખૂબ થકાવ્યો જીંદગીની સફરે,

ક્યાંથી આંખ લાગે ? બિસ્તર વિના !


અથડાતો લથડાતો રહ્યો "નાના"

ક્યાંથી મળે સુકુન ? ઘર વિના,

કોઈ રસ્તો ના બને પથ્થર વિના,

ક્યાંથી પંથ કપાય ? ઠોકર વિના !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy