STORYMIRROR

Rutambhara Thakar

Classics Fantasy Inspirational

3  

Rutambhara Thakar

Classics Fantasy Inspirational

વિજ્ઞાન કથા

વિજ્ઞાન કથા

1 min
206

કહું છું એક અગત્યનો વિજ્ઞાનનો નિયમ,

એને તોડે જ નહીં હોય ભગવાન કે યમ !

કહો એને તમે વિજ્ઞાનની ગાથા કે,

કહો તમે એને વિજ્ઞાનની કથા.


વિજ્ઞાનનાં અફર નિયમો થકી કરવી છે,

બરફ અને અંગારની કથા,

બરફને શું પૂછો છો અંગારની હાલત,

એ કેમ કરી કહેશે એની છે શહાદત.


નથી બરફને અંગાર જોડે કોઈ નિસ્બત,

બરફની જાળવી  ગરિમાએ તો અંગારની  છે ગનીમત,

અંગાર અને બરફને  ગમતી નથી

એકબીજાની હરકત, જાણે છે

છતાંય સંબંધ નિભાવે  છે ફકત.


બરફ એટલે તો જામીને જાળવે છે ધરપત,

અંગારની ગરમીથી, 

ઠંડક બચાવશે એટલી છે રહેમત.


અંગારની ગરમીથી ઓગળવું એ નથી એની આદત,

આ તો સ્વભાવ છે એકમેકનો નિભાવવાની છે ચાહત,

નહીં બદલાય બેમાંથી એકેયની કિસ્મત, તો પછી,

એકમેકનાં અસ્તિત્વ પર શીદને ચલાવવી કરવત.


બરફને નથી જોઈતી ઓગળવાની ફૂર્સત,

અંગારને નથી આપવી પોતાનાં ધધકતા સ્વભાવને રુખસત,

ટાળે છે બેય એકમેક સામેની શિરકત,

નથી વહોરવી હવે બેમાંથી એકેયને શહાદત.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics