વિધવિધ પુષ્પો
વિધવિધ પુષ્પો


રુડું છે વતન અમારું
અમે વતનના સાથી
ઝરણાં જેવું જીવન અમારું
ખળખળ નિર્મળ વહેશું
અમે વતનનાં વિધવિધ પુષ્પો
ખમીરવંતાં ખીલશું
બની દેશનાં ભાવી સપનાં
શુકનવંતાં ઝૂમશું
કલા જ્ઞાનને ખેલ જગતે
થઈ કસબી જ રમશું
ધરી દાતાએ ગૌરવ શક્તિ
શિશુવયથી સંવરશું
અહિંસા પરમો ધર્મ જનની
સ્નેહ બંધને જીવશું
ધરા સુફલા વિશ્વ કલ્યાણી
વતન વટે રે ભમશું(૨)