Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Tragedy

4.9  

'Sagar' Ramolia

Tragedy

વિધવા ભાગ-53 વેદના

વિધવા ભાગ-53 વેદના

1 min
408


કોણ તો જાણે રે બીજું કો કોણ તો જાણે,

પિયુજી વિના દુઃખડાં કોણ તો જાણે ?

ભવસાગર મારો ખારા જળે ભર્યો,

પ્રભુજીનો રે એવો મેં ગુનો કયો કર્યો ?

દુઃખડાં દઈને મને, એ સુખ માણે, પિયુજી વિના...


આગળ વધું છું ત્‍યાં તોફાન આવે છે,

ભયંકર વમળો મને રાહે ડરાવે છે;

સત્‍યને નિંદે જગ આ જૂઠ વખાણે, પિયુજી વિના...


મારા દુઃખની કોઈને અસર નથી,

કોને હું કહું નિંદાની કસર નથી;

અભાગી ગણી કહે, ‘આવી કયા રે ટાણે,' પિયુજી વિના...


મારા રાહે બધે અંધકાર છવાયો,

જશને બદલે અપજશ ગવાયો;

નથી હું તો જાણતી કોણ કોનું તાણે, પિયુજી વિના...


કાળાં છે વાદળાં, વીજળી ઝબકે છે,

નસીબ વિનાનું હૃદય મારું ધબકે છે;

ધૂળ તો પડી છે મારા ભરેલ ભાણે, પિયુજી વિના...


મારું રે કાળજું ભડકે બળે છે,

અમીરસના બદલે વિષ મળે છે;

સુખ છે ઝાંઝવા, દુઃખ આવ્‍યું વહાણે, પિયુજી વિના...


કેવી રહેતી હતી હું હર્ષ-ઉમંગે,

પ્રભુજી ચડી ગયો મારી સાથે જંગે;

એક અભાગણીનો પક્ષ કોણ તાણે, પિયુજી વિના...


પુત્ર ગયો અનંતે, પિયુ છે વિદેશ,

ભાગ્‍યે દીધો મને અભાગણીનો વેશ;

આવવા રે ખાતર સૌ આવે છે કાણે, પિયુજી વિના...


પિયુજી હોય તો મારી વાત સાંભળે,

મારી રે મુશ્‍કેલીનો ઉકેલ લાવે;

મારા રે દુઃખડાંનો ઈ હલ તો આણે, પિયુજી વિના...


એક આધાર હતો તે સ્‍વર્ગે રે ગયો,

એના પિતાને વિદેશનો મોહ થયો;

સંકટમાં મૂકી મને કેવા રે ટાણે, પિયુજી વિના...


દુઃખડાંની મારી ભાગ્‍યને દોષ દેતી,

લખેલાં નસીબમાં હું કષ્‍ટો સહેતી;

મારું રે જીવન કેમ પડશે થાળે, પિયુજી વિના...


ચાંદની જાય ને અંધારી રાત આવે,

પિયુજી આવીને ચાંદની પાછી લાવે;

ઈ રે આવ્‍યે ઘર ભરાઈ જાય ગાણે, પિયુજી વિના...


આ સંસાર મને ડગે ડગે ડરાવે,

પિયુજી આવીને નિર્ભયતા અપાવે;

કેમ રે વિંધાણી હું વેદનાના બાણે, પિયુજી વિના...


પાગલ મન એના પાગલ વિચારો,

ગાંડી બનીને હવે કરું છું લવારો;

પિયુજીને દેશમાં હવે કો' તાણે, પિયુજી વિના...


કેટકેટલા મારે આઘાત સહેવા,

પ્રભુ પાસે કેવા કાલાવાલા કહેવા;

ડૂબાડે ભલે હવે બેઠા છીએ વહાણે, પિયુજી વિના...


મારો પ્રભુજી તો નિર્દય બની ગયો,

પિયુજી વિનાનો જીવ મૂંઝાતો થયો;

પિયુજી આવીને મૂકી જાય મસાણે, પિયુજી વિના.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy