STORYMIRROR

'Sagar' Ramolia

Tragedy

3  

'Sagar' Ramolia

Tragedy

વિધવા ભાગ-44 સૂરજ શાળાએ

વિધવા ભાગ-44 સૂરજ શાળાએ

1 min
326

સમય ધીમે ધીમે વીતતો ગયો,

સૂરજ મોટો થતો ગયો;

સૂરજ નિશાળમાં ભણવા ગયો,

ભણીને હોશિયાર થયો.


ભાઈ ! ભણેશરી તું ખૂબ ભણજે,

ગણિત સરખું ગણજે;

જીવનમાં તું ચતુરાઈ વણજે,

પ્રસિદ્ધિનો પાયો ચણજે !


પહેલા નંબર પર પાસ થયો,

ગુરુજનોમાં પ્રિય થયો;

નવું નવું જ્ઞાન જાણતો ગયો,

જીવન રીત શીખતો ગયો.


સૂરજ મારો બહુ લાડકવાયો,

રમતો રમે, ખૂબ વખણાયો;

પડે જેના પર એનો પડછાયો,

એ તરત એની બાજુ ખેંચાયો.


વિદ્યા છે એના મનનો શણગાર,

તેજસ્‍વિતા એના હૈયાનો હાર;

મન મોટું ને એતો રહે ઉદાર,

ઈચ્‍છું સર્વત્ર જયજયકાર.


બને નિજ પિતાનો વારસદાર,

હળવો કરે કુટુંબનો ભાર;

એવો રાખું છું એના પર આધાર,

વંશનો છે એતો તારણહાર.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy