Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Tragedy

4.9  

'Sagar' Ramolia

Tragedy

વિધવા ભાગ-43 વિદેશ વિદાય દેતા

વિધવા ભાગ-43 વિદેશ વિદાય દેતા

2 mins
408


પિયુજી પરદેશમાં હાલ્‍યા

ને મારાં મનડાં માને નહિ રે;

સયર મારી ! સૂરજ છે નાનો બાળ,

સખી મારી ! સૂરજ છે નાનો બાળ !


પિયુજી પરદેશના ચાહક

ને હું તો ભાન ભૂલી ગઈ રે;

સયર મારી ! આ દુઃખ કેમ સહું,

સખી મારી ! આ દુઃખ કેમ સહું !


પિયુજીને કમાવવું છે ધન

ને મારે જોઈએ એનો સાથ રે;

સયર મારી ! વિયોગ વસમો લાગશે,

સખી મારી ! વિયોગ વસમો લાગશે !


પિયુજી બની ગયા પરોણિયા

મને રાખી સૂરજ સંગાથ રે;

સયર મારી ! ઘરનો ભાર મને સોંપ્‍યો,

સખી મારી ! ઘરનો ભાર મને સોંપ્‍યો !


પિયુજી વગાડતા વાંસળી

ને ભૂલી જતી હું ભાન રે;

સયર મારી ! આ દુઃખ કેમ સહું,

સખી મારી ! આ દુઃખ કેમ સહું !


પિયુજી કરતા વાતલડી

ને હું સુણતી દઈ કાન રે;

સયર મારી ! વિયોગ વસમો લાગશે,

સખી મારી ! વિયોગ વસમો લાગશે !


પિયુજી મન કઠણ કરે

ને મારું મન રડી પડે રે;

સયર મારી ! વેદના વધતી જાય છે,

સખી મારી ! વેદના વધતી જાય છે !


પિયુજીને પરદેશે મોભ

ને ઘરેથી નીકળી પડે રે;

સયર મારી ! પરદેશનો મોહ કેમ જાગ્‍યો ?

સખી મારી ! પરદેશનો મોહ કેમ જાગ્‍યો ?


પરદેશ સમૃદ્ધ કેમ થયો

ને થયો ન આપણો દેશ રે;

સયર મારી ! દેશને દીનતા ઘેરી વળી,

સખી મારી ! દેશને દીનતા ઘેરી વળી !


દીનતાએ અનેક ખોઈ દીધા

ને ગયા તેઓ વિદેશ રે;

સયર મારી ! વિદેશનો રંગ સૌને લાગ્‍યો,

સખી મારી ! વિદેશનો રંગ સૌને લાગ્‍યો !


ધન કમાઈ કયારે આવે

ને કયારે મિલન થાય રે;

સયર મારી ! વાટડી જોવાનો વખત આવ્‍યો,

સખી મારી ! વાટડી જોવાનો વખત આવ્‍યો !


વિદાય દેતાં મન ભાંગી પડે

ને આંખ ભીંજાય જાય રે;

સયરમારી ! જલદી પાછા આવી જાય,

સખી મારી ! જલદી પાછા આવી જાય !


Rate this content
Log in