STORYMIRROR

'Sagar' Ramolia

Drama

3  

'Sagar' Ramolia

Drama

વિધવા ભાગ-33 પિયુ-પ્રિયા ગીત-ર

વિધવા ભાગ-33 પિયુ-પ્રિયા ગીત-ર

1 min
370

આભાર જરૂર એનો માનવો,

પિયુજી મારા ! આભાર જરૂર એનો માનવો !

એ જી ! જેણે કર્યું આપણું સર્જન રે,

પિયુજી મારા ! આભાર જરૂર એનો માનવો !


ભગવાનની લીલા છે નિરાળી,

ગોરાંદે મારી ! ભગવાનની લીલા છે નિરાળી !

એ જી ! એના થકી જીવે છે સૌ જન રે,

ગોરાંદે મારી ! ભગવાનની લીલા છે નિરાળી !


પ્રભુએ મિલન આપણું કર્યું,

પિયુજી મારા ! પ્રભુએ મિલન આપણું કર્યું !

એ જી ! પ્રભુ ટકાવે આ મિલન રે,

પિયુજી મારા ! પ્રભુએ મિલન આપણું કર્યું !


કુટુંબ ને કૂળને દીપાવજે,

ગોરાંદે મારી ! કુટુંબ ને કૂળને દીપાવજે !

એ જી ! નિષ્ઠા છે સાચું આપણું ધન રે,

ગોરાંદે મારી ! કુટુંબ ને કૂળને દીપાવજે !


મનડાંને તમારાં સંભાળજો,

પિયુજી મારા ! મનડાંને તમારાં સંભાળજો !

એ જી ! આ મોંઘા મૂલું છે આપણું મન,

પિયુજી મારા ! મનડાંને તમારાં સંભાળજો !


દુનિયા સાથે આગળ વધવું,

ગોરાંદે મારી ! દુનિયા સાથે આગળ વધવું !

એ જી ! નીખરશે આપણું જીવન રે,

ગોરાંદે મારી ! દુનિયા સાથે આગળ વધવું !


Rate this content
Log in

Similar gujarati poem from Drama