વિધવા ભાગ-25 સસરાને
વિધવા ભાગ-25 સસરાને
સસરા તમારા દીકરા યુવાન છે રે લોલ,
લડાવ્યા છે ખૂબ તમે લાડ જો;
ઘરનો તે ભાર હવે એ ઉપાડશે રે લોલ !
તમારી મહેનત તમને ફળી છે રે લોલ,
માનજો તમે પ્રભુનો પાડ જો;
તમારો બોજ હળવો હવે કરશે રે લોલ !
કામ-કાજની ચિંતા તમે ત્યજી દેજો રે લોલ,
કામનો થશે ખૂબ ઉપાડ જો;
દીકરા તમારા છે ખૂબ મહેનતું રે લોલ !
મે'નત કરશું ને ફળ મેળવશું રે લોલ,
સુખનાં ઊઘડશે કમાડ જો;
દુઃખના દહાડા આપણા જતા રે'શે રે લોલ !
રામ-લક્ષ્મણ જેવા છે બંને દીકરા રે લોલ,
સમૃદ્ધિનાં ઉગાડશે ઝાડ જો;
કુટુંબની સમૃદ્ધિ તેઓ વધારશે રે લોલ !
તમે બનજો તેઓના માર્ગદર્શક રે લોલ,
ઠેકાડજો અંધારાની વાડ જો;
તમે આટલું તે કામ હવે કરજો રે લોલ !
દીકરા પછી બની જાશે હોશિયાર રે લોલ,
વહે જીવનની ઘટમાળ જો;
કામમાંથી તો લઈ લો પછી નિવૃત્તિ રે લોલ !
જીવનમાં સુવાસ તમે ફેલાવી છે રે લોલ,
યાદ થશે એની લાંબો કાળ જો;
તમારું આ જીવન સંદેશ બનશે રે લોલ !
