વિધવા ભાગ-13 વિધવા વિવાહ ગીત-ર
વિધવા ભાગ-13 વિધવા વિવાહ ગીત-ર
(રાગ-મારે માંડવ લીલી આડી ને પીળી થાંભલી રે.)
મારે માંડવ વાંસના લીધા ચાર થાંભલા રે,
એમાંથી બનાવ્યો રૂડો લગ્નમંડપ રે,
સુખી થનારનો માંડવો રે.
એના પહેલા થાંભલે તે દેવોને નોતર્યા રે,
તેઓ આવીને આપે તેને આશીર્વાદ રે,
સુખી થનારનો માંડવો રે.
દેવો એને સુખી થવાના આશિષ આપે રે,
જેથી એનો મંડાય આ સુખી સંસાર રે,
સુખી થનારનો માંડવો રે.
એના બીજા થાંભલે તે આગેવાનો નોતર્યા રે,
તેઓ કરે ત્યાં વધાવાનો વરસાદ રે,
સુખી થનારનો માંડવો રે.
એની રૂડી નાવ સંસારમાં આગળ ધપે રે,
એનાં ચોઘડિયાં બધાં રહે મંગલ રે,
સુખી થનારનો માંડવો રે.
એના ત્રીજા થાંભલે સાસુ-સસરા નોતર્યાં રે,
તેઓ રાખે એનું સર્વ પ્રકારે ઘ્યાન રે,
સુખી થનારનો માંડવો રે.
દીકરીની જેમ રાખે એને એના સસરા રે,
એના સાસુજી બને માવડી સમાન રે,
સુખી થનારનો માંડવો રે.
એના ચોથા થાંભલે વરરાજાને નોતર્યો રે,
એ કરે સંસારી ફરજોનું પાલન રે,
સુખી થનારનો માંડવો રે.
વરરાજો આવી ચોળીના ફેરા ચાર ફરે રે,
નવદંપતીનો સુખી થાય સંસાર રે,
સુખી થનારનો માંડવો રે.
આમ ચારેય થાંભલે ચાર નોતરાં આપ્યાં રે,
અહિંયા હેતથી પધારે મહાશય રે,
સુખી થનારનો માંડવો રે.
