STORYMIRROR

Manishaben Jadav

Fantasy Inspirational Children

3  

Manishaben Jadav

Fantasy Inspirational Children

વિચિત્ર દુનિયામાં જીવતા

વિચિત્ર દુનિયામાં જીવતા

1 min
156

સૂરજ દેવતા જોને આકરા

ગરમી કેરા વધ્યા છે પારા

વિચિત્ર દુનિયામાં જાણે જીવતા રે લોલ,


પાણીના તળ ઊંડા ઉતર્યા

જળ વિના સજીવ મૂંઝાયા,

વિચિત્ર દુનિયામાં જાણે જીવતા રે લોલ,


પ્રકૃતિ વિનાશ માટે દોડતા

ધરા પર કર્યા ખોદકામ

વિચિત્ર દુનિયામાં જાણે જીવતા રે લોલ,


વૃક્ષો થકી ઑક્સીજન મળતા

ફર્નિચર પાછળ ઘેલા થઈ ફરતા

વિચિત્ર દુનિયામાં જાણે જીવતા રે લોલ,


ચોમાસે વાદળી નહીં દીસતા

વરસાદ કેરા નહીં એંધાણ

વિચિત્ર દુનિયામાં જાણે જીવતા રે લોલ,


ભાઈ ભાઈ જોને લડતા

દુશ્મનીના ઊગ્યા બીજ રે

વિચિત્ર દુનિયામાં જાણે જીવતા રે લોલ.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy