વિચારું છું
વિચારું છું
વિચારું છું , ક્યારેક મારા મનની મુલાકાત થાય તો..
વાતો દિલની કહી શકું ને અરમાન પુરા થાય તો.
ક્યારે માન્યું છે મેં મારા મનનું કે એ મારી વાત માને?
બીજાને સુખી કરવામાં હંમેશા મારા મનને માર્યું,
મારું મન શેમાં ખુશ રેહશે, જાણ્યું કદી ના વિચાર્યું,
એક વાર જો મારા મનને પ્રેમથી લઉં સમજાવી,
હૃદયની વાતો હોઠે લાવું,લે કર હવે તું મનમાની..
પુછીશ મનને કેવું લાગ્યું મારું હળવું ભળવું?
બસ એક વાર..મનમીત બની જા ..મન તું મળી જા.

