STORYMIRROR

nidhi nihan

Tragedy Inspirational Others

3  

nidhi nihan

Tragedy Inspirational Others

વિચારું છું

વિચારું છું

1 min
193

ખુલ્લા કેશ કર્તન લટો એ આછેરા અંધકારે વિચારું છું,

કેમ હશે સાગરની ગહેરાઈ આ બેસી કિનારે વિચારું છું,


કંઈક કેટલાય મળતા હશેને છુંટા પડતા હશે ક્ષણેક્ષણ,

ભલા એ સૂરજ કેટલા દ્રશ્યો ક્ષિતિજે ડૂબાડે વિચારું છું,


વાદળીયે ઘેરાયા આકાશ તળે મળ્યા હો એકમેક નૈનો,

વિરહના વાયરે પ્રકૃતિને લગીરેય એ દઝાડે વિચારું છું,


આગિયા અહમના ઝબકારા દેવા લાગે સંબંધ કેરી રાતે,

હો ઉજડતો ઉપવન લાગણી ભર્યો અકાળે વિચારું છું,


હાથ પકડી બતાવ્યા રસ્તાને મધ્યે છોડી એકલા ચાલ્યા,

સાંજ અલ્લડ હૈયું એજ પંથકે કેમ થોભાવે વિચારું છું.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy