વિચાર મળે છે
વિચાર મળે છે
હું જ્યાં અટકું છું ત્યાંજ નવો વિચાર મળે છે,
મળે ઘણા પ્રશ્નો વિચારમાં જ જવાબ મળે છે.!
વરસતા વરસાદમાં કદાચ હું ના પણ ભીંજાવું,
મારાં આંખનાં બે આંસુમાં મને દરિયો મળે છે.!
જિંદગીની આજ વ્યથા સિમટવું અને વિખેરાવું,
જેને નથી ધારતા તે જ્યારે સામે આવી મળે છે.!
વહી જ જવા દીધું રોકવું જ જેને મુશ્કેલ હતું,
પણ ભીતરે જો ખાલીપણું ભારોભાર મળે છે.!
આકરી હર એક પળ સહેલાઈથી જીરવાય છે,
બની વાસંતી વાયરો પાનખરમાં તું જ મળે છે.!
મળે કોઈ નવો વિચાર મારે વાદળમાં અટકવું છે,
સૂકાય છે ઝીલ' જ્યાં, ઝરણું આવી મળે છે.!
