વ્હાલી દ્રિષ્વી
વ્હાલી દ્રિષ્વી
આ ઝરમર વરસતા મેહુલા જેવી
નિષા ને પાર્થ ના અંતરની હેલી,
ચારેકોર આનંદની હેલી રેલાવતી
આંખનો તારો અમારી લાડલી દ્રિશ્વી
લીલીછમ્મ બાગની ક્યારીઓ જેવી
તારા નિર્મળ હાસ્યથી મહેંકે આ જોષી કુટુંબ,
આવી જીવનમાં સૌને જોડતી કડી બનીને
તને ફરી ફરી ને વ્હાલથી નવાજીઈએ.
વહે અવિરત વહેણ આ નેહના
બંધાઈ ના કદી બાંધ ઓ દ્રિશ્વી,
જીવનભર સલામત રહે એ દિલથી દુવા દઈએ
બે કૂળમાં સૌથી વ્હાલી લાડલી.
દાદા,દાદીને સંસારમાં તારી માયા નિરાલી, મોટા દાદાની આંખનો તારો
ફોઈ કહે તને, તું કાર્બન કોપી મારી લાડલી,
ના મળત સાથ સંગાથ જો તારો તો માસા માસીને,
જાણીતી કેઙીએ પણ ખોવાત,
તારી કાલીઘેલી બોલીમાં ભુલતા નીનુંમામા આ દુનિયા સારી.