વેશ્યા
વેશ્યા
એવી કઈ મજબૂરી આવી ગઈ
એક સ્ત્રી વૈશ્યા બની ગઈ
પૈસાની લાલચમાં તણાઈ ગઈ
દિવસે ને દિવસે બરબાદ થતી ગઈ
સ્વચ્છતા અને પવિત્રતાની,
આગ્રહી એ નમણી નારી
બની ધિક્કારની અધિકારી
એક સ્ત્રી વૈશ્યા બની ગઈ
નહીં ફાવી હોય પૈસા કમાવવાની
કોઈ કારી ?
બની શા માટે વૈશ્યા નમણી નારી ?
આપે છે પ્રભુ પેટ પૂરતું સૌને
ભૂખ્યો નહીંં સૂવરાવે ઈશ્વર
શું વિશ્વાસ આવો નહીં હોય એને ?
કીડીને કણ,હાથીને મણ
આપે છે બધાને ઈશ્વર એમ
તેને પણ આપત કણ ને મણ
કરવો તો વિશ્વાસ બધાની જેમ
એક કુંવારી નહિ, પરણિતા નાર
દર્દ, દુઃખથી થઈ આરપાર
પતિ કરે નજર અંદાજ
કરી પોતાની પત્નીને તાર-તાર
શાણો અને બંને હોશિયાર
ધકેલી આવા નરકમાં
પોતે રહે, બેખબર
ગણાય પત્ની પતિનું અડધું અંગ
પત્નીના જીવનમાં શુંં રમાય રમત ?
ગયું હોય,જગત આખું જો જાણી
ભલા બને એવું !
આ કહાની પતિથી હોય અજાણી
વૈશ્યે જિંદગીને બનાવી નર્ક
જાણી ગયું જગ આખું,
કોણ કરે એની સાથે તર્ક ?
કહે ભલા કોઈ વાઘને !
ગંધાઈ મૌ તારુ
આ સંબંધી મારુ કહેતાં,
સૌ, કિનારી કરી ગયા સારુ
એક પછી એક સૌ થયા દૂર
એક સ્ત્રી વૈશ્યા બની ગઈ
રહી ગઈ એકલી બિચારી
એ નમણી નારી,વેશ્યા ધારી
બચાવે પ્રભુ આ નર્કમાંથી
બસ,એ જ પ્રાર્થના અમારી
સાંંભળી આ,દુઃઃખ થયું ભારી
બની વૈશ્યા એક નમણી નારી
એક સ્ત્રી વૈશ્યા બની ગઈ
હર હાલમાં હાવાલે કરજે હરી,
આ મેસેજ અમારો
તું દુનિયા ફરી વળી
હવે પાછી ફર,
ઈશ ચરણે, શશી ધર
કરશે હરિ તારો ઉદધાર
સમય છે હજી પાછી ફર
વહુ દીકરા ને પતિ
સૌ સ્વાર્થના સગા
ઈશ્વર સિવાય નથી કોઈ તારું
હવે હરિ ચરણ આવી જા એ સારું
બદીમાંથી બરબાદ થયેલી છો તું
છતાં, હરિ લેશે તને ઉગારી
એક સ્ત્રી વૈશ્યા બની ગઈ
નમણી નાર, ભોળી નાર
પતિના આધિપત્યમાં
ભાન ભૂલી ગઈ
કમજોરી એવી તે કેવી આવી ગઈ,?
એક સ્ત્રી વૈશ્યા બની ગઈ !
