વડલો
વડલો


ઘટાદાર ઘેઘુર ચોકમાં કૂવાકાંઠે ઊભો પાદર
બૌદ્ધિ કલ્પદ્રુમ વડલો પાથરી લીલી ચાદર,
કલ્પતરુ અશ્વશ્થ રળિયામણું ઝાડવું વટવૃક્ષ
અક્ષયવડ આશરો પંખી જીવજંતનું કલ્પવૃક્ષ,
અંજીર કુળ અધિજીવ લીલા પાક્યે લાલ ટેટા
ફળમાં ફળ ઘણા, વડ ને બાપ તેવા ટેટા બેટા,
ડાળીએ ફૂટતા મૂળ વડવાઈ બની થડ ને વડ
શિશુનો હિંચકો, દાદાનું દાતણ છાંયો સગવડ,
પંખ પ્રિય અનંત ફળ અધિપાદપ ઉપરિરોહી
છે રાષ્ટ્રીય વૃક્ષ ઘનઘટા છટા છાંયડે આરોહી,
વિશાળ પાંદડા ચર્મ ચળકતા લીલા લંબગોળ
બપોરે સૂઈને ભાભલા વડલે શોભતા ભાગોળ,
ઘટાદાર ઘેઘુર ચોકમાં કૂવાકાંઠે ઊભો પાદર
મેહુલા વરસતા વટ પર્ણ ક્ષીર શ્યામ બાદર.