વાયા છે વ્હાલમના વાયરા
વાયા છે વ્હાલમના વાયરા


વાયા છે વાયરા વાલમ વ્હાલના…..
વેલેન્ટાઈન દે ખબર રે પ્રેમના
વાયા છે વ્હાલમના વાયરા
હૈયામાં હરખતું, હોઠ પર મલકતું
ખીલ્યું કોઈ ફૂલસમ મધુ મહેકતું
ઝૂલ્ફોમાં ઝુલતું (૨)
….. ………..જગત આનંદમાં
વાયા છે વ્હાલમના વાયરા
યૌવનમાં ઊભરતું, અંગમાં ઉમટતું
આવે કોઈ જ કૂંપળ થઈ ફૂટતું
કેસૂડે ઝૂલતું (૨)
…….. …….. રંગ આનંદમાં
વાયા છે વ્હાલમના વાયરા
હૈયાના કુંજમાં, ગમતું રે ટહૂકતું
ભીંજાઈ ભીંજવે કોઈ રે વરસતું
અંતરમાં ઝૂલતું(૨)
…… ……. ગીત તું સૂરમાં
વાયા છે વ્હાલમના વાયરા
સાગરસું લહેરતું, નયનમાં મચલતું
કોઈ આવે જ નૈયા લઈ ડોલતું
પ્રેમમાં ઝૂલી ઝૂલી…
કિનારા આજ કોરા ભીંજે ભાવમાં
વાયા છે વાયરા વાલમ વ્હાલના(૨)