વાતોમા રહી જવાના
વાતોમા રહી જવાના


લઇ લીધી બે ઘડી દીલની વાણી
અમારા હોઠોની વાતોમાં રહી જવાના
અમે તો રત્નાગર સાગર ઉલેચ્યો
તમે માત્ર સામે પાર જઇ રહી જવાના
કબર છે સાવ નબળી સબળી કે તમે
કબર પર ચમન પાથરી રહી જવાના
નસીબના જોરમાં જરા મલકી ગયા કે
તમે તો માત્ર મુસ્કાન આપી રહી જવાના
અમે સાથ આપીશું દરેક મુશ્કેલીમાં
તમે તો માત્ર દુ:ખ જોઇને રહી જવાના
કળી કેરા પુષ્પોમાં અમે ગોઠવાઈ ગયા
તમે તો માત્ર સુરભી લઇને રહી જવાના
આંસુઓનો સાગર ઠાલવશુ તમારી યાદમાં
તમે તો માત્ર અમારા આંસુ જોઇને રહી જવાના!