STORYMIRROR

'Sagar' Ramolia

Comedy

3  

'Sagar' Ramolia

Comedy

વાત જાણે એમ છે - હઝલ

વાત જાણે એમ છે - હઝલ

1 min
384

ઠૂમકો મારી પડે, વાત જાણે એમ છે,

ધૂળ માથામાં ચડે, વાત જાણે એમ છે,


ભાગવા ટાણે બહાદૂર રહે તક શોધતો,

ગોદડાં ઓઢી રડે, વાત જાણે એમ છે,


ભોગ લાગે ચાલવા તેમની સાથે જતાં,

પાડતો તે પગ વડે, વાત જાણે એમ છે,


આ ખખડધજ જિંદગીને હલેસાં લાગતાં,

રેલ પાડાથી ખડે, વાત જાણે એમ છે,


આજ 'સાગર' ભાવ ખોટાતણા પૂછાય છે,

તો ભલે બાકી સડે, વાત જાણે એમ છે !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Comedy