STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Romance

3  

Ramesh Patel (Aakashdeep)

Romance

વાસંતી વગડો - લોકગીત

વાસંતી વગડો - લોકગીત

1 min
210

ઉરના ઓવારે, વસંતના ઢોલે

આ પ્રેમનું પટારું કોણ ખોલે ?

સહિયર મોરી, વગડો વીણવા જઈએ,


નાચંતા મોરલા, વસંતના વાયરા,

કુંજકુંજ ગાજંતા, કોયલના ડાયરા,


કેસૂડે ચઢીને કોઈ બોલે

અંગે અંગ કોઈ હસી ડોલે,

સહિયર મોરી, વગડો ઝીલવા જઈએ,


રૂમઝુમ કરતું આવે ઝરણું

ભીંજવીને છાનું ગાય ગાણું,

નયનો રમાડે, શરમ ભોળી

મનગમતું ગોતી દેતું તાલી,

સહિયર મોરી, વગડે ઝૂલવા જઈએ,


પાવન પમરાટે સજાવી ડોલી 

ઉગતા ઈન્દુને, બાંધે રે ઢોલી

વસંતના વાયરા લપેટી

સહિયર મોરી,

મેળામાં મહાલવા જઈએ,

આજ વગડો વીણવા જઈએ,


મઢે રે ફૂલડાં માનવનાં દલડાં

હિંચે ઉમંગે, હરિયાળા વગડા

લહેરિયાની ભાતોને ઝોલે,

સહિયર મોરી,

હરખ વધાવવા  જઈએ

આજ વગડો વીણવા જઈએ,


ભરીએ હૈયે ઉમંગની ઝોળી

રમીએ ગુલાલે રંગભરી હોળી

વગડાની વાસંતી વેણુ તું વનમાળી

આજ વગડે તને વીણી હું હરખાણી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance