Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jayshree Soni

Drama

5.0  

Jayshree Soni

Drama

વાસંતી વૈભવ

વાસંતી વૈભવ

1 min
200


'પડીકા જેવું અકબંધ' છે જીવન,

સમયના ઘણ હળવેકથી ખોલે છે જીવન.....!


પાપ પુણ્યનો છે આ બધો હિસાબ,

'જેવું વાવો, તેવું લણો' જેવું છે જીવન.....!


'બાંધી મુઠ્ઠી લાખની; ખોલો તો ખાખની',

આમ બંધ મુઠ્ઠી જેવું છે જીવન.....!


હાર કે જીતનો છે આ બધો ખેલ,

આમ શતરંજની બાજી જેવું છે જીવન.....!


પાનખરે પાકટતા, લીલુડાં પાને મસ્તી,

આમ વાસંતી વૈભવ જેવું છે જીવન.....!


Rate this content
Log in

Similar gujarati poem from Drama