વાસંતી વાયરો
વાસંતી વાયરો
તારી સુગંધ મારા શ્વાસમાં સમાઈ,,
વાસંતી વાયરો યાદોનો આવી ચડયો !
હૃદયમાં ખીલ્યા મદમસ્ત ગુલાબ,
પ્રેમનો પવન પાલવમાં આવી સરક્યો,
મોગરાની મ્હેક ભર્યો ગજરો, તારો ગુંથેલો,
લહેરાતા કેશમાં, આહલાદક સ્પર્શ તરતો રહ્યો,
લજામણી જેમ શરમાતી, ખુદમાં સમાતી હું,
પ્યારભર્યા આલિંગનમાં, કળીની જેમ ખીલતી રહી,
રાતરાણીની મધમધતી સોડમ, મદહોશ બની,
ખુલ્લી આંખે સ્વપ્નોમાં, યાદો સંગ ઝૂલતી રહી,
ભ્રમરની ભાંતી, રંગબેરગી યાદો ગુનગુનતી રહી,
પતંગિયા સમ લહેરાતી, પ્રેમની યાદોમાં ચહેકતી રહી.

