વાંકી વળી ગઈ પૃથ્વી
વાંકી વળી ગઈ પૃથ્વી
ઢળતી ઉંમરે બિચારી વળી ગઈ વાંકી
કેટકેટલી ભરી વેદના ઊની થઈ ટાંકી,
ભર્યો લાવારસ પેટાળ ઉપર છો ટાઢી
પર્વતે એટલે તો ઠેર ઠેર છે ખૂંધ કાઢી,
દીધા દરિયા અપાર એ આગ ઠારવાં
ખેડનાર રહ્યાં નથી કળજુગમાં ખારવાં,
કુખે બીડ બેશુમાર પણ ચરે બે આખલા
લીલી વાડી સળગાવતાં જોયાં દાખલા,
સજવાં શણગાર છે હીરા મોતીની ખાણ
આ મારું મારાં બાપનું એ મોટી મોકાણ,
શ્રીમંત ભરપેટ ખાઈ રંક લડે ધમસાણ
વાંકી વળી માં મડદાં છલકાય મસાણ,
અક્ષાંશ રેખાંશ દોરી ધરા ઉંમર આંકી
ઢળતી ઉંમરે બિચારી વળી ગઈ વાંકી.
