STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance Tragedy

3  

Dhanjibhai gadhiya "murali"

Romance Tragedy

વાલમ ક્યાં ચાલ્યા

વાલમ ક્યાં ચાલ્યા

1 min
168

પ્રેમમાં ડૂબાડી, અરમાનો સજાવીને,

વાલમ ક્યાં ચાલ્યા ?

રંગ મહેલમાં એકલી છોડીને,

વાલમ ક્યાં ચાલ્યા ? 


એવી કઈ ભૂલ થઈ છે મારી,

શા માટે તરછોડી મુજને ?

જનમો જનમની પ્રીતથી બાંધી,

દર્દ દિવાની બનાવી મુજને.


તડપ વધારી, અશ્રુ વહાવીને,

વાલમ ક્યાં ચાલ્યા ?

જીવન મારૂં વેરાન બનાવીને,

વાલમ ક્યાં ચાલ્યા ?


તમારા પ્રેમમાં હતી હું દિવાનીને,

બાવરી બનાવી તમે મુજને,

ઈચ્છા રાખી હતી મધુર મિલનની,

શા કાજે તરસાવી તમે મુજને ?


વિરહની વેદનામાં "મુરલી" ને ધકેલીને, 

દિલ તોડી ક્યાં ચાલ્યા ?

મહેકતી વસંતને પાનખર બનાવીને,

વાલમ ક્યાં ચાલ્યા ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance