વાહલા
વાહલા


વાહલા, બધું થઈ જશે...
આશાઓ રાખી મોટી, ચિંતાઓ કરે ખોટી વાહલા,
જીવન નાનેરું આનંદે જીવ, નહીતો એ વહી જશે...
મનમાં થાય જે ઈચ્છા, તેમજ કરજે તું વાહલા,
લેશ માત્ર ન વિચારજે, કે કોઈ કાંઈ કહી જશે...
અદમ્ય ઉત્સાહથી પંથે આગળ વધજે વાહલા,
હશે મુસીબતો પહાડ જેવી, પળમાં ઢહી જશે...
ગજરાજ ચાલે ચાલી, ધરણી ધ્રુજાવ જે વાહલા,
કૂતરા તો કૂતરા ઓલ્યા સાવજેય સહી જશે...
ક્યારેક ક્યારેક આકરે પાણીએ થાજે વાહલા,
માથાભારે હશે ગમેતેવા, એકવાર તો ખહી જશે...
દુઃખના દિ’ તો શ્રી રામજીએ પણ જોયેલા વાહલા,
એમના રહ્યા? તે તારા રહી જશે? બધું થઈ જશે...
વાહલા, બધું થઈ જશે...